૩.૧ સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજોની વિગત - બોમ્બે પોલીસ એકટ તેમજ સી.આર.પી.સી. ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ માં આપેલ સત્તા તથા ફરજો છે. બોમ્બે પોલીસ એકટમાં મળેલ સત્તા અને ફરજો અંગેની ઝેરોક્ષ સાથે સામેલ છે. એપેન્ડીક્ષ-૩
એપેન્ડીક્ષ - ૩
પોલીસની કારોબારી સત્તા અને ફરજો
બોમ્બે પોલીસ એકટ કલમ ૬૪ મુજબ પોલીસ અધિકારીની ફરજો - દરેક પોલીસ અધિકારીની ફરજો નીચે મુજબ છે.
-
યોગ્ય સત્તાધિકારીએ જે દરેક સમન્સ, વોરંટ અથવા બીજો હુકમ કાયદેસર રીતે પોતાને મોકલ્યો હોય તે તેણે તરત બજાવવો, બજાવવો, બજાવવુ અથવા માનવો. અથવા માનવો અને પોતાના ઉપરી અધિકારીના કાયદેસર હુકમનો અમલ કરવા સર્વપ્રકારના કાયદેસરના પગલાં લેવા.
-
પોતે બનતો પ્રત્યક્ષ કરીને પોલીસ અધિકાર ના ગુના કરવાના ઈરાદા વિશે બાતમી મેળવવી,તથા ગુનેગારો ને સજા કરાવવા માટે અથવા પોલીસ અધિકાર ના ગુના અને પોતાના દેખતાં થતાં પોલીસ અધિકાર ના બહાર ના ગુના અટકાવવા માટે ઉત્તમ ગણી શકાય તથા કાયદા અને પોતાના ઉપરી અધિકારી ઓએ કરેલા હુકમ સાથે સુસંગત હોય એવી બાતમી આપવી તથા એવા બીજા ઉપાય લેવા.
-
તેણે બનતો પ્રયત્ન કરીને લોકાપયોગ કૃત્ય થતાં અટકાવવા.
-
જે વ્યકિતઓને પકડવાનો પોતાને કાયદાની રૂએ અધિકાર હોય અને જેમને માટે પકડવાનું પુરતું કારણ હોય તે સર્વ ને ગેરવાજબી ઢીલ વગર પકડવા.
-
બીજો કોઈ પોલીસ અધિકારી તેની ફરજ બજાવતી વખતે પોતાને બોલાવે અથવા તેવે વખતે તેને મદદની જરૂર પડે તે મદદ માંગનારા અધિકારી કાયદેસર અને વ્યાજબી મદદ કરવી.
-
તે સમયે અમલમાં હોય એવા કોઈપણ કાયદાની રૂએ તેના ઉપર નાખવામાં આવેલી ફરજો બજાવવી.
વિવરણ
પોલીસની કારોબારી સત્તા અને ફરજો નીચે પ્રમાણે ગણાવી શકાય
સત્તા
|
ફરજો
|
ક.૬પ ( પ્રવેશ કરનાર ની સત્તા)
|
૬૪,૬૬ (કારોબારી પ્રકારની)
|
ક.૬૯ (દુરકરવાની વ.ની. સત્તા
|
૬૭,૬૮(ટ્રાફીક બાબતની)
|
ક.૭૦,૭૧, ૭ર,૭૩ વોરંટ વિના ક.૭૯,૮૦,૮૧ કેદ કરવાની સત્તા
|
૭૩ થી ૭૮ (પ્રાણીઓ પ્રત્યેની)
|
|
૮ર થી ૮૮ (નધણીયાતી મીલકત બાબતની)
|
ક.૯પ ખોટા તોલમાપ વ.તપાસવાની
|
૮૯ થી ૯૪ (રખડતા ઢોર વિશેની)
|
ક.૯૭ (ઉપરી અધિકારીની નીચલા અધિકારીની ફરજ બજાવી શકે)
|
૯૬ અમુક કાર્ય રીતે અનુસરવાની ૯૮ (કટોકટી પ્રસગની)
|
પોલીસ અધિક્ષકશ્રીની ફરજોઃ (ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ રૂલ્સ-રપ) --
-
સબ ડીવી. ઓફીસર્સને સુચનાઓ તથા માર્ગદર્શન આપવાનું
-
પોતાના તાબાના પોલીસના માણસો ઉપર સતત સુપરવીઝન રાખી પોલીસના માણસો ઉપર અંકુશ મેળવવો અને યોગ્ય રીતે પંશિક્ષણ આપી કાર્યદક્ષ પોલીસ તંત્ર રહે તે જોવાની ફરજ તેમજ અટકાયતી પગલાં, તપાસો અને ડીટેકશન યોગ્ય રીતે થાય તે જોવાની ફરજ. માણસોમાં શિસ્ત જળવાઈ અને માણસોની તકલીફો દુર થાય તે જોવાની ફરજ, પોલીસ સ્ટેશનોની ઓચિંતી વીઝીટ અને માણસોને ચેક કરી એલર્ટ રાખવાની ફરજ
-
વર્ષમાં એક વખત પોલીસ સ્ટેશન અને આઉટ પોસ્ટનું ઈન્સ્પેકશન લેવું.
-
સીરીયસ ગુનાઓ તથા ઓગ્રેનાઈઝ ક્રાઈમ તથા ઓગ્રેનાઈઝ ગેંગને લગતાં ગુનાના સ્થળોની વીઝીટ કરવાની
-
ડી.આઈ.જી.પી.શ્રીને ઈન્સ્પેકશનમાં જરૂરી માહિતી આપવી મદદ કરવી અને જીલ્લાના પોલીસના પ્રશ્નો અંગેની ચર્ચા કરવી.
-
પોલીસના માણસો બિમારીમાં હોસ્પીટલમાં હોય તો અઠવાડીયામાં એક વખત મુલાકાત લેવી. સીકલીવને લગતા દિવસોનો નિકાલ થાય તે જોવાની ફરજ.
-
બો.પો.એકટ ની કલમ ૬૪ એ,બી,સી,ડી,ઈ,એફ મુજબની ફરજ.
નાયબ પોલીસ અધિક્ષકશ્રીની ફરજોઃ (ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ રૂલ્સ-ર૭) --
-
ડીવીઝનમાં બનતા ગુનાઓ બનતા અટકાવવા, શોધવાની સીધી જવાબદારી છે. તેમજ સીરીયસ ગુનાઓના સ્થળની વીઝીટ રૂલ્સ નંબર ૧૩૪,૧૩પ,૧૩૬માં જણાવ્યા મુજબ સુચના માર્ગદર્શન આપવું તથા પોતાના ડીવીઝનના પોસ્ટે તથા આઉટ પોસ્ટનું વર્ષમાં ઈન્સ્પેકશન રાખી ક્રાઈમ ઉપર કંટ્રોલ રાખવાનો તથા પોલીસ માણસો ઉપર શિસ્ત જળવાઈ તે જોવાનું.
-
પોતાના ડીવીઝનમાં જાહેર વાહનોનું ઈન્સ્પેકશન રાખવાનું તથા તેમના સામાન્ય કામ દરમ્યાન જે કોઈ ઓર્ડીનરી ફરજો બજાવવાની
-
પોલીસના બિમાર માણસોની દવાખાનામાં મુલાકાત લેવી. તથા બોમ્બે પોલીસ એકટ કલમ
સર્કલ પોલીસ ઈન્સ્પેકટરશ્રીની ફરજોઃ (ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ રૂલ્સ-ર૯) --
-
સર્કલમાં આવેલ પો.સ્ટે.માં ગુન્હાઓ અને ગુન્હેગારો સાથે સખતાઈથી કામ લેવુ. અસામાજીક તત્વો તથા ગેગ વિરૂઘ્ધમાં અટકાયતી પગલા લેવડાવવા અને હાઈવે ઉપર કન્ટ્રોલ રાખવો. તથા પો.સ્ટે.મા થતી તપાસોનુ સુપર વિઝન અને મર્ડર, ખુનની કોશીષ, શા.મ. વધ, ડેકોયટી, હાઈવે રોબરી, હથિયાર સાથે લુંટની કોશીષ તથા રૂ.૧પ૦૦૦/- હજાર ઉપરની ધરફોડ ચોરી, સાદી ચોરી રૂ.પ૦,૦૦૦/- ઉપરની તથા મંદીર ચોરી ટેલીફોન કોપર વાયરચોરી, વિગેરે ગુનાઓનું વીજીટેશન કરવાનું અને માર્ગદર્શન આપવાનું. તમામ રાયોટીંગના બનાવોની વીઝીટ.
-
ઓગ્રેનાઈઝ ક્રાઈમ અને સંવેદનશીલ ગુનાઓના બનાવોમાં પોલીસ અધિક્ષકશ્રી તથા ના.પો.અધિ. શ્રી ની સુચના મુજબ કરવું.
-
કેસ ડાયરીઓ ચેક કરવી.
-
પોલીસના માણસોનું અચાનક ચેકીંગ રાખી પેટ્રોલ બુક બરાબર લખવામાં આવે છે કે કેમ તથા પેટ્રોલીંગ બરાબર થાય છે કે કેમ? તે ખાત્રી કરવી. જે વિસ્તારમાં ગુના વધે તે વિસ્તારમાં પેટ્રોલીંગ ગોઠવવું અને વીજીટ કરવી કેમ્પરાખવો.
-
દૈનિક રીપોર્ટનો અભ્યાસ કરી ગુનાઓ શોધવા અને અટકાવવા માટે જરૂરી આયોજન કરવું.
-
તેમજ બો.પો. એકટ પપ, પ૬, પ૭ તથા સી.આર.પી.સી. ૧૧૦ મુજબ અટકાયતી પગલાં લેવડાવવા.
-
બોર્ડરના પોલીસ સ્ટેશન ઓફીસર સાથે કોર્ડીનેશન રાખવું અને મીટીંગો રાખવી અને ગુનાઓ ડીટેકશન અને ગુન્હેગારો વિશેની માહિતી મેળવવી.
-
ખાતાકીય તપાસ તથા અન્ય ઈન્કવાયરીઓ કરવી.
-
મે.પો.અધિ.શ્રી અથવા એસ.ડી.પી.ઓ. શ્રીઓએ આપેલ તપાસો કરવી.
કચેરી અધિક્ષકશ્રીની સતાઓ - (ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ રૂલ્સ-ર૯) --
(અ) વહીવટી - પોલીસ અધિક્ષક શ્રીની કચેરીમાં સીવીલીયન કર્મચારીઓની પરચુરણ રજા, મરજીયાત રજા, મંજુર કરવાની સતા. નુજીયર કલાર્ક સંવર્ગના કર્મચારીઓની દફતર નીરીક્ષણ કરવા તેમજ તેઓના વાર્ષિક ખાનગી અહેવાલ લખવાની સતા.
(બ) નાણાંકિય - જિલ્લા પોલીસ તંત્રને સરકાર શ્રી તરફથી ફાળવવામાં આવતા અનુદાનના તેઓ ઉપાડ અને વહેચણી અધિકારી તરીકેની સતાઓ છે.
(ક) ફરજો - જિલ્લા પોલીસ વડાની કચેરીના તમામ વહીવટી બાબતોની કામગીરીનુ સંચાલન જાતેથી તેમજ તાબાના કર્મચારીઓ ઘ્વારા કરાવે છે. અને ઉપરી અધિકારીની સુચનાઓ મુજબ વહીવટી કામ યોગ્ય રીતે થાય, કર્મચારીઓમાં શિસ્તનુ ધોરણ જળવાય રહે તે જોવાની ફરજ છે. પોલીસ અધિક્ષકને કચેરી સ્ટાફ વચ્ચે મુખ્યત્વે સાંકૃરૂપ કામગીરી બજાવવાની હોય છે. જટીલ વહીવટી બાબતોમાં તાબાના કર્મચારીઓને ચાવી રૂપ માર્ગદર્શન પુરુ પાડવાનુ હોય છે.
(૩)
(અ) મુખ્ય કારકુન હિસાબી શાખા
(બ) હિસાબી શાખા કેશીયર
પોલીસ ઈન્સ્પેકટર / પોલીસ સબ ઈન્સ્પેકટર ની ફરજોઃ (ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ રૂલ્સ-૩૩) --
પો.સ્ટે. વિસ્તારમાં બનતા ગુનાઓ અટકાવવા, શોધવાની ફરજ તેમજ ઉપરી અધિ.શ્રીએ આપેલ હુકમોનું પાલન થાય તે જોવાનું છે. પોલીસના માણસોની શિસ્ત જળવાઈ રહે તે જોવાનું છે તેમજ પોલીસના માણસો ફરજમાં નિયમિત રહે અને કાર્યદક્ષ રહે તે જોવાનું છે. અને ઉપરી અધિકારીશ્રી ને પોતાને કાયદો અને વ્યવસ્થા સંબંધોની સંભવિતતા અંગે હંમેશા માહીતગાર કરતા રહેવું તેમજ પાડોશી પોસ્ટે સાથે ગુન્હા ડીટેકશન અંગે સીધા પત્ર વ્યવહાર કરશે અને ખાસ પ્રકારના ગુનાઓની તપાસો કરશે તેમજ વખતોવખત પોલીસના માણસો બાબતે તેમની ગેરહાજરી, ગેરશિસ્ત, દુરવ્યવહાર, બેદરકારી બાબતે એસ.ડી.પી.ઓ.શ્રી ને માહિતી આપશે અને પોલીસના માણસોની મુશ્કેલી અંગે રીપોર્ટ પણ આપી શકશે તેમજ બીજા પોસ્ટેના અસહકારના કારણે ગુનાઓ શોધવા તથા ગુનેગારોને પકડવામાં મુશ્કેલી પડે તો રીપોર્ટ આપશે. મહીનામાં એક વખત આ.પો. વીઝીટ વિ.વિ. માં નિયમોનુસાર વી.વી. કરવા, વર્તમાન બનાવો સંબંધે માહિતી ભેગી કરશે તેમજ અસામાજિક તત્વો અને શંકાસ્પદ વ્યકિતઓ વિશે માહિતી મેળવશે અને સંપર્કમાં રહેશે.
હેડ કોન્સ. ની ફરજોઃ (ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ રૂલ્સ-ર૯) --
-
પો.સ.ઈ.શ્રી તેમની જે નિમણુંક આપી ફરજો સાથે તે બજાવવાની છે. તેમજ સુપીરીયર ઓફીસરસુચનાઓ આપે તેનો અમલ કરવો.
-
બીટ વિસ્તારમાં બનતા બનાવો સંબંધે પો.સ.ઈ.ને રીપોર્ટ આપવો.
-
તેમજ વિના વિલંબે ગુનાઓની તપાસો કરી આરપી, મુદામાલ હસ્તગત કરવા.
-
અટકાયતી પગલા માટે સુપીરીયર અધિકારીઓની સુચનાઓનું પાલન કરશે. અચાનક અથવા શંકાસ્પદ મળત્યુના પ્રસંગે લાશને બાળી નાંખવામાં ન આવે, દાટી દેવામાં ન આવે તેની તકેદારી રાખી પો.ઈન્સ.ને જાણ કરશે અને પો.સ.ઈ. સુચના ન આપે ત્યાં સુધી તે સ્થિતિ જાળવી રાખશે.
-
બીટ અથવા આ.પો. ના ચાર્જમાં હોય ત્યારે પોલીસના મુદાઓમાં વિલેજ પોલીસ સરપંચના સંપર્કમાં રહી પોલીસ કામની કાર્યવાહી કરશે.
-
તેમના તાબાના પોલીસના માણસોની ગેરશિસ્ત અને ગેરવર્તણુંક ઉપરી અધિકારીઓને રીપોર્ટ કરશે.
-
હેડ કોન્સ. પો.સ.ઈ. ના મદદનીશ છે. અને માણસોને પેટ્રોલીંગ આપી કોઈ બેદરકારી જણાય તો તુર્તજ પો.સ.ઈ.ને રીપોર્ટ આપશે.
|