|
તા.
૦૨/૦૨/૧૫
થી
૦૮/૦૨/૧૫
|
આણંદ
|
રાજ્ય કક્ષાના મહિલા સુરક્ષા સમિતિના ઉપાધ્યક્ષ શ્રીમતી જ્યોતિબેન વાછાણીના અધ્યક્ષતા હેઠળ આણંદ જિલ્લા કલેક્ટરશ્રી તથા પોલીસ અધીક્ષક આણંદ શ્રી, રાજ્ય મહિલા સમિતિના સભ્યો તથા આણંદ જિલ્લાની મહિલા સુરક્ષા સમિતિની બહેનો તથા આણંદ જિલ્લા અને તાલુકાની મહિલા સુરક્ષા સમિતિના સભ્ય બહેનો પોલીસ ભવન આણંદ ખાતે સેમિનારનુ આયોજન કરવામાં આવેલ જેમા સુરક્ષાસેતુ અંતર્ગત મહિલાઓને થતી ઘરેલુ હિંસા, છેડતી, દહેજ, યુવતીઓ દ્વારા કરવામાં આવતા માદક દ્રવ્યોના ઉપયોગ, ફરજના સ્થળે મહિલાઓ ઉપર થતા જાતિય સતામણી વિગેરે ઉપર ચર્ચા કરવામાં આવેલ. મહિલા કલ્યાણ માનસિક રીતે વિકલાંગ અને ત્યકતા બહેનોની સંભાળ રાખતી સંસ્થાઓ જેવી કે જાગૃત મહિલા સંગઠન તેમજ મુસ્લીમ સંસ્થાઓની મુલાકાત કરવામાં આવેલ. દેશી દારુ ઉત્પાદન, હેરાફેરી કે વેચાણ સાથે સંકળાયેલ મહિલાઓને પુનઃવસવાટ કરવા માટેનું માર્ગદર્શન કાર્યક્રમો એન.જી.ઓ. સાથે યોજવામાં આવેલ તથા જિલ્લામાં ગરીબ, વિધવા, ત્વકતા, નિરાધાર મહિલાઓ તેમજ સિનિયર સીટીજન ના પરિવારજનો ના ઘરે જઇ મુલાકાત કરવામાં આવી. તેમજ હેલ્પલાઇન નંબર, ફેસબુક/ટ્વીંટર જેવી સોસીયલ સાઇટ ની વિગતો દર્શાવતી પત્રિકાની વહેંચણી કરવામાં આવેલ તેમજ મહિલા સુરક્ષા અંગે સંકટ સમયે તાત્કાલીક પોલીસ દ્વારા સહાય મળી રહે તે હેતુથી જિલ્લા પોલીસ દ્વારા મહિલા હેલ્પ લાઇન નંબર ૧૦૯૧ ને લોન્ચ (ખુલ્લી) મુકવામાં આવેલ છે. આ સેમિનાર દરમ્યાન મહિલાઓની સુરક્ષા સંબંધોના અધિકારો માટે મહિલાઓનો સમાજના વિકાસમાં તમામ ક્ષેત્રોમાં શું યોગદાન છે તેમજ મહિલાઓની અનિવાર્યતા અંગે વિસ્તૃત માર્ગદર્શન ચર્ચા કરવામાં આવેલ.
|
|
|