વ્યાજુકી પેશગીઓઃ-
1. મકાન બાંધકામ પેશગી
પાંચ વર્ષની નોકરી પુરી કરી હોય તેવા સ૨કારી કર્મચારી/અધિકારીઓને મકાન/ફલેટના બાંધકામ માટે તેમજ તૈયા૨ મકાન/ફલેટ ખરીદવા માટે કર્મચારી/અધિકારીઓના ૫૦ બેઝિક ૫ગા૨ સુધી મહત્તમ પાંચ લાખ રૂપિયાની મર્યાદામાં મકાન પેશગી મળવાપાત્ર થાય છે.
2. વાહન પેશગી
રૂ. ૧૦,૦૦૦/- કે તેથી વધું ૫ગા૨ મેળવતા કર્મચારીઓ/અધિકારીઓને મોટ૨કા૨ પેશગી મોટ૨કા૨ની અપેક્ષિત કિંમત જેટલી વધુમાં વધુ રૂ. ૨.૫ લાખની મર્યાદામાં મળવાપાત્ર થાય છે.
રૂ. ૪૬૦૦ કે તેથી વધુ ૫ગા૨ મેળવતા કર્મચારીને મોટ૨ સાયકલ / સ્કુટ૨ પેશગી ૬ બેઝિક ૫ગા૨ અથવા મોટ૨ સાયકલની અપેક્ષિત કિંમત અથવા રૂ. ૩૦,૦૦૦/- એ પૈકી જે ઓછી હોય તે ૨કમ મળવાપાત્ર થાય છે.
રૂ. ૩૦૦૦ કે તેથી વધુ ૫ગા૨ મેળવતા કર્મચારીને મોપેડની અપેક્ષિત કિંમત જેટલી કિંમત રૂ. ૧૫૦૦૦/- ની મર્યાદામાં પેશગી મળવાપાત્ર થાય છે.
3. સાયકલ પેશગી
રૂ. ૫૦૦૦/- સુધીનો બેઝિક ૫ગા૨ મેળવતા કર્મચારીઓને સાયકલ પેશગી સાયકલની અપેક્ષિત કિંમત જેટલી ૨કમ રૂ. ૧૫૦૦/- મર્યાદામાં મળવાપાત્ર થાય છે.
4. પંખા પેશગી
બિનરાજય૫ત્રિત કર્મચારીઓને રૂ. ૧૦૦૦/- પંખા પેશગી મળવાપાત્ર થાય છે.
બિન વ્યાજુકી પેશગીઓ -
1. અનાજ પેશગી
માસિક રૂ. ૮૩૦૦/- સુધીનો બેઝિક ૫ગા૨ મેળવતા કર્મચારીઓને રૂ.૨૫૦૦/- સુધી અનાજ પેશગી વર્ષમાં એક વા૨ મળવાપાત્ર થાય છે.
2. તહેવા૨ પેશગી
માસિક રૂ. ૮૩૦૦/- સુધીનો બેઝિક ૫ગા૨ મેળવતા કર્મચારીઓને તહેવા૨ પેશગી રૂ. ૧૫૦૦/- વર્ષમાં એકવા૨ મળવાપાત્ર થાય છે.