પોલીસ અધિક્ષક, આણંદ
http://www.spanand.gujarat.gov.in

પાસપોર્ટ રીસિવિંગ સેંટર

7/23/2025 2:36:30 AM

અત્રેના આણંદ જિલ્લામાં વિદેશી નાગરીકો તથા વિદેશ જનાર ભારતીય નાગરીકો નુ પ્રમાણ વધુ હોય અસરકારક સેવાઓ પુરી પાડવાના હેતુથી લોકફાળાથી અઘ્યતન સુવિધાઓથી તથા જીએસવાન કનેકટીવીટી સાથેનું સુસજજ એક વિશેષ પાસપોર્ટ ઓફીસ તા. ૧૮/૧૨/૨૦૦૬ થી કાર્યરત થયેલ છે. પાસપોર્ટ અરજીઓ ના ઝડપી નિકાલ માટે તમામ પોલીસ સ્ટેશનો તરફથી અસરકારક કામગીરી કરવામાં આવે છે. અને પાસપોર્ટ અરજીઓનો પોલીસ સ્‍ટેશનમાંથી આવેલ પોલીસ રીપોર્ટની ઓન લાઈન ડેટા એન્ટ્રી તથા પાસપોર્ટ કલીયરન્‍સ કરવામાં આવે છે. જેથી પાસપોર્ટ મેળવવાની પ્રકિયા ખુબજ ઝડપી બનેલ છે.

ભારતીય પાસપોર્ટ મેળવવા માટેના હકક અને તેની વ્યવસ્થા --

ભારતીય નાગરીકને ભારતીય પાસપોર્ટ મેળવવા માટેના બંધારણમાં હકક આપેલ છે. આણંદ જીલ્લાના નાગરીકો સરળતાથી ભારતીય પાસપોર્ટ મેળવી શકે તે માટે પાસપોર્ટ સેવા કેન્દ્ર, વડોદરા ખાતે નવું "પાસપોર્ટ કલેકશન સેન્ટર" કાર્યરત છે. આ પાસપોર્ટ કલેકશન સેન્ટરમાં નવા પાસપોર્ટ માટેની અરજીઓ, રીન્યુઅલ પાસપોર્ટ માટેની અરજીઓ, નાના બાળકો માટેની પાસપોર્ટની અરજીઓ, પાસપોર્ટ ખોવાઈ ગયેલ હોય, નુકશાન થયેલ હોય, તેવી તમામ પાસપોર્ટ અરજીઓ સ્વીકારવામાં આવે છે. જયારે અરજન્ટ પાસપોર્ટ મેળવવા માટેની અરજીઓ સ્વીકારવાની કામગીરી રીજીયોનલ પાસપોર્ટ ઓફીસ અમદાવાદ ખાતે થાય છે.

પાસપોર્ટ અરજી અંગેના માર્ગદર્શન --

1.      ૧પ વર્ષ સુધીના બાળકોને માઈનોર તરીકે ગણવામાં આવે છે. અને તેમના પાસપોર્ટ અરજી માટેની ફી રૂ.૬૦૦/- રાખવામાં આવેલ છે. જયારે ૧પ વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરીક માટે પાસપોર્ટ માટેની ફી રૂ.૧૦૦૦/- રાખવામાં આવેલ છે.

2.      જુદાજુદા પ્રકારના પાસપોર્ટ મેળવવા માટેની પાસપોર્ટ અરજીનુ ફોર્મ ઓનલાઇન વેબસાઇટ http://passportindia.gov.in પર મુકેલ છે.

3.       ભારતીય પાસપોર્ટ અરજીની સાથે નાગરીકોએ નીચે મુજબના અસલ દસ્તાવેજો  રજુ કરવાના હોય છે.

·         A- રહેઠાણના પુરાવામાં રેશન કોર્ડ, છેલ્લા બે વર્ષના લાઈટ બીલ, ટેલીફોન બીલ, બેન્ક પાસબુક, વેરો ભરવામાં આવતો હોય તેની છેલ્લા બે વર્ષની પહોચ રજુ કરવાની રહે છે.

·         B- જન્મ અંગેના પુરાવામાં સ્કુલ લીંવીગ સર્ટીફીકેટ અથવા, જન્મનો દાખલો. તેમજ સ્કુલમાં અભ્યાસ કરતા હોય તો જે તે સ્કુલનુ બોનોફાઈટ સર્ટીફીકેટ.

·         C- લગ્ન કરેલ સ્ત્રીઓના કેસમાં મેરેજ સર્ટી અથવા પતિ પત્નીના જોઈન્ટ ફોટા સાથેની મેરેજ એફીડેવીટ રજુ કરવાની રહે છે.

·         D- નાના બાળકોના કેશમાં તેઓના માતા-પિતા વેલીડ પાસપોર્ટ ધરાવતાં હોય તો તેમના પાસપોર્ટ ની ઝેરોક્ષ નકલ રજુ કરવી તેમજ માયનોર ની એફીડેવીટ તેના માતા-પિતા એ રૂ. ર૦/- ના સ્ટેમ્પ ઉપર અંગ્રેજીમાં રજુ કરવાની રહેશે તેમજ માતા-પિતાએ તેમના બાળક અંગેનું ડીકલેરેશન અલગ કાગળમાં આપવાનું રહેશે.

·         E- પાસપોર્ટ અરજીની ફી રોકડા રૂપિયામાં સ્વીકારવામાં આવે છે. આ સિવાય અન્ય કોઈ ફી લેવામાં આવતી નથી.

·         F- પાસપોર્ટ અરજી અરજદારે જાતે તેમજ નાના બાળકોના કિસ્સામાં માતા-પિતા એ બાળકોને લઈને આવવાનું રહેશે.

·         G- પાસપોર્ટ અરજી માટે કોઈ એજન્ટ સાથે લઈને આવવાની જરુર હોતી નથી કે એજન્ટ રોકવાની જરુર હોતી નથી.

·         H- જે અરજદારોને પાસપોર્ટ ફોર્મ ભરવા અંગે કોઈ જ્ઞાન ન ધરાવતાં હોય તેવા અરજદારોને અત્રેથી વિના મુલ્યે જરૂરી માર્ગ દર્શન પણ આપવામાં આવશે.

·         I- પાસપોર્ટ અરજીઓ રીજીયોનલ પાસપોર્ટ કચેરીની વખતો વખત થતી લેખીત અને મૌખીક સુચના આધારે લેવામાં આવે છે.

·         J- અરજદારની અરજી સ્વીકારયા પછી દિન-ર માં તેઓ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં હોય તે પો.સ્ટે. ને તપાસણી માટે મોકલી આપવામાં આવતી હોય છે, જેથી અરજી આપ્યા પછી દિન-ર માં અરજીની તપાસણી માટે જે તે પો.સ્ટે.નો સંપર્ક સાધી પોલીસ ઈન્કવાયરી પૂર્ણ કરાવવી.

·         K- પોલીસ ઈન્કવાયરી દરમ્યાન પોલીસ તપાસ માટેની કોઈ ફી લેવામાં આવતી નથી તેમજ એજન્ટને સાથે લઈ જવાની જરુર હોતી નથી અરજદાર જાતે જ પો.સ્ટે. જઈને અરજીની તપાસ કરાવી શકે છે.

·         L- પાસપોર્ટ અરજી ની તપાસણી પૂર્ણ થયા પછી પોલીસ રીપોર્ટ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની એલ.આઈ.બી. શાખા આણંદ મારફતે ચકાસણી થઈને રીજીયોનલ પાસપોર્ટ કચેરીએ દિન-રમાં મોકલી આપવામાં આવતો હોય છે, જેથી અરજદાર પોતાની અરજીની તપાસ પૂર્ણ થયા પછી પોતાની અરજી અંગેની વધુ માહિતી ટેલીફોન નંબર- ર૬૯ર- ર૬ર૬પ૦ ઉપર સંપર્ક સાધીને મેળવી શકે છે આ સમયે અરજીનો ફાઈલ નંબર તથા અરજી આપ્યા તારીખ જણાવવામાં આવે તો તેઓને માહીતી આપવામાં સરળતા રહે છે.

 

 

 

 

 

 

 

વિદેશી નાગરીકોના હકકો (પાકિસ્તાની નાગરીકો સિવાયના) --

વિદેશી નાગરીકો જેઓ મુળ ભારતીય વંશના છે. પરંતું તેઓનો જન્મ વિદેશમાં થયેલ હોય અથવા તેમના માત-પિતાનુ વિદેશી નાગરીકત્વ હોથ અથવા તેઓના સંબધીઓના બ્લડ રીલેશન આધારે તેઓને વિદેશી નાગરીકત્વ મેળવેલ હોય તેવા દરેક નાગરીકોએ ભારતમાં રહેવા માટેની આવાસ વળઘ્ધિ વિઝા મેળવવાના હોય છે. તેના માટે તેઓએ નજીકના રહેઠાણના સ્થળે આવેલ ફોરેનર્સ રજીસ્ટ્રેશન ઓફીસર (FRO) ની કચેરીએ વિદેશી નાગરીક તરીકે રજીસ્ટર થવુ ફરજીયાત છે. જેથી રજીસ્ટ્રેશન અને વિઝા વધારા માટે નીચે મુજબના હકકો આપવામાં આવેલા છે.

વિદેશી નાગરીકના રજીસ્ટ્રેશન માટેના હકક --

  • વિદેશી નાગરી કચેરીએથી રજીસ્ટ્રેશન ફોર્મ મેળવી ચાર નકલમાં ભરીને આપવાના હોય છે. આ ફોર્મની સાથે નીચે મુજબના દસ્તાવેજ રજુ કરવાના હોય છે.

    • A - અસલ પાસપોર્ટ તથા તેની ઝેરોક્ષ નકલ-૩

    • B - પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ - ૪

    • C - મુળ ભારતીય હોય તો તેના પુરાવા.

    • D - રહેઠાણના પુરાવા માટે રેશનકોર્ડ, વેરાપહોચ,લાઈટ બીલ, ટેલીફોન બીલ

  • વિદેશી નાગરીક તરીકેના રજીસ્ટ્રેશન માટે સરકારશ્રી ઘ્વારા નકકી કર્યા મુજબ વિઝા ફી અને પેનલ્ટી ફી ચલણથી બેન્કમાં અરજદારે જાતે ભરવાના રહેશે. અને તેની નકલ રજુ કરવાની રહેશે. (ચલણ FRO કચેરીએથી પાસ કરાવવાનુ રહેશે)

  • વિદેશી નાગરીક તરીકે રજીસ્ટ્રેશન માટે અરજદારે જાતે આવવું જરૂરી છે.

  • વિદેશી નાગરીક તરીકે રજીસ્ટર થવા માટે કોઈ એજન્ટની જરૂર નહી તથા તેના માટે કોઈ ફી હોતી નથી. વિના મુલ્યે આ કામગીરી થાય છે.

મલ્ટીપલ એન્ટ્રી વીઝાના હકક --

વિદેશી નાગરીક તરીકે રજીસ્ટર થયેલા નાગરીકોને "મલ્ટીપલ એન્ટ્રી વિઝા" નો સ્ટેમ્પ પાસપોર્ટમાં મારી આપવામાં આવે છે. તેના માટેની વ્યવસ્થા FRO કચેરીમાં કરવામાં આવેલ છે. જેથી વિદેશી નાગરીકોએ ાચફ કચેરીનો સંપર્ક સાધી નીચેના મુજબના દસ્તાવેજો પુરા પાડવાના રહેશે.

  • A - મલ્ટીપલ એન્ટ્રી વિઝા મેળવવા માટેનુ નમુના મુજબનુ ફોર્મ ભરી ચાર નકલમાં આપવુ.(ફોર્મ FRO કચેરીએથી મળશે)

  • B - અસલ પાસપોર્ટ સાથે આપવાનો રહેશે.

  • C - મલ્ટીપલ એન્ટ્રી વિઝા મેળવવા માટેનુ શીલબંધ કવર FRO કચેરીથી મેળવી ગાંધીનગર સચિવાલય, બ્લોક-ર, બીજા માળે આવેલ ફોરેનર્સ સેકશનમાં જવાથી પાસપોર્ટમાં "મલ્ટ્રી એન્ટ્રી વિઝા" નો સ્ટેમ્પ મારી આપવામાં આવશે. ત્યારબાદ ત્યાથી જે શીલબંધ કવર આપવામાં આવે તે લઈને FRO કચેરીએ પરત આપવાનુ રહેશે.

  • D - ગાંધીનગર ફોરેનર્સ સેકશનમાં આ કામગીરી માટે અરજદાર પોતે ન જઈ શકે તો તેના માટે પોતાના સંબધી અથવા પ્રતિનિધીને મોકલી શકે છે. જો અરજદારના બદલે પ્રતિનીધી જાય તો તેના માટે FRO કચેરીએથી આથોરીટી લેટર લઈને જવાનુ રહે છે.

  • E - આ કામગીરી માટે અરજદારે કોઈ વધારાની ફી આપવાની હોતી નથી. તેમજ કોઈ એજન્ટ રોકવાની જરૂર નથી.

વિદેશ જવા માટે " નો ઓબજેકશન સર્ટી (NOC) ના હકક --

વિદેશી નાગરીકોને જયારે ભારત છોડી વિદેશ જવાનુ હોય ત્યારે FRO કચેરીમાંથી નો ઓબ્જેકશન સર્ટી (NOC) મેળવવાનુ હોય છે. આ સર્ટીની મુદત ૧૦ દિવસની હોવાથી વિદેશી નાગરીકે પોતાને જવા માટેનુ એર બુકીંગ થઈ જાય તેના ૧૦ દિવસ બાકી હોય ત્યારે આ માટેની અરજી FRO કચેરીએ આપવાની હોય છે. તેના માટે નીચે મુજબ કાગળો રજુ કરવાના રહેશે.

  • NOC મેળવવા માટેની કોરા કાગળમાં અરજી.

  • અરજી સાથે એર ટીકીટની કોપી.

  • જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હોય તે પોલીસ સ્ટેશનનો અભિપ્રાય.

ઉપર મુજબના અરજી સાથે કાગળો રજુ કરવાથી NOC સર્ટી મળી રહેશે. તેના માટે કોઈ ફી ચુકવવાની હોતી નથી..

પોલીસ કલીયરન્સ સર્ટી ( PCC ) માટેના હકક --

ભારતીય નાગરીકોને વિદેશના વિઝા મેળવવા માટે જે તે એમ્બેસી ઘ્વારા પોલીસ કલીયરન્સ ( PCC ) સર્ટી ની માંગણી કરવામાં આવે છે. આવા સમયે અરજદારાને મુશ્કેલી ઉભી થતી હોય છે. જેથી P.C.C. મેળવવા માટે નાગરીકોને સરળતા રહે તે માટે નીચે મુજબના દસ્તાવેજી પુરાવા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, એલ.આઈ.બી.શાખામાં અરજદારે જાતે રજુ કરવાથી PCC સર્ટી મળી રહેશે.

  • પોલીસ અધિક્ષકશ્રીની કચેરીમાં આવેલ એલ.આઈ.બી. શાખામાં અરજદારે જાતે હાજર રહી અરજી આપવાની રહેશે.

  • અરજી કોરા કાગળમાં આપવાની હોય છે. જેનો નમુનો તૈયાર હોય છે.

  • અરજી સાથે પાસપોર્ટની ઝેરોક્ષ નકલ આપવાની હોય છે.

  • રહેઠાણના પુરાવા માટે રેશન કાર્ડ અથવા અન્ય પુરાવાની ઝેરોક્ષ કોપી રજુ કરવાની રહેશે.

  • જન્મ તારીખ અંગે જન્મ પ્રમાણપત્ર અથવા સ્કુલ લીવીંગ સર્ટીની ઝેરોક્ષ કોપી રજુ કરવાની રહેશે.

  • લગ્ન થયેલ સ્ત્રીઓ માટે મેરેજ સર્ટીની ઝેરોક્ષ કોપી રજુ કરવાની રહેશે.

  • જે એમ્બેસી ઘ્વારા પોલીસ કલીયરન્સ સર્ટી (PCC) ની માંગણી કરવામાં આવેલ છે. તે એમ્બેસીના પત્રની ઝેરોક્ષ નકલ અથવા એમ્બેસી ઘ્વારા અગાઉથી માંગણી કરવામંા આવેલ હોય તો તેનો દસ્તાવેજી પુરાવો રજુ કરવાનો રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો ગ્રાફ- 1

ઉપરોકત અરજી આપ્યા પછી તેને આપના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશને તપાસ માટે મોકલવામાં આવશે. અને પોલીસ રીપોર્ટ આવ્યા પછી PCC સર્ટી પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, એલ.આઈ.બી. શાખામાંથી આપવામાં આવશે.

આ સર્ટી માટે કોઈ એજન્ટ રોકવાની જરૂર નથી. તેમજ કોઈ પ્રકારની ફી ચુકવવાની હોતી નથી.