પોલીસ અધિક્ષક, આણંદ
http://www.spanand.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 4:20:49 PM

 

તા.

૧૭/૧૧/૧૪

થી

૨૩/૧૧/૧૪

 

આણંદ

ભારત સરકારના નિયમ મુજબ ૨૧ દિવસમાં પોલીસ પાસપોર્ટ વેરીફીકેશન થાય. તે માટે ભારત સરકારે આપેલ ટાર્ગેટ મુજબ સપ્‍ટેમ્બર તથા ઓકટોમ્‍બર મહીનામાં આણંદ જીલ્‍લા પોલીસે બે માસના તમામ પાસપોર્ટ વેરીફીકેશન ૨૧ દિવસથી ઓછા સમયમાં પૂર્ણ કરેલ છે. જેથી આણંદ જીલ્‍લા પોલીસને ગૃહ વિભાગે અભિનંદન પાઠવેલ છે.

આણંદ જીલ્‍લાના તમામ પો.સ્‍ટે. માં અરજદારોની પાસપોર્ટ અરજીઓનો નિકાલ સમયસર અને ઝડપથી થાય તે માટે દરેક પો.સ્‍ટે. માં સખત સુચના આપવામાં આવેલ તેના અનુસંધાને ઉપરોકત કામગીરી થયેલ છે. આણંદ જીલ્‍લામાં છેલ્‍લા ત્રણ વર્ષની પાસપોર્ટ વેરીફીકેશન અરજીઓ અંગે અભ્યાસ કરતાં ખુબ જ મોટા પ્રમાણમાં અરજીઓ પ્રાપ્‍ત થયેલ છે. છેલ્‍લા ત્રણ વર્ષમાં આણંદ જીલ્‍લામાં સને ૨૦૧૨ માં – ૨૧૮૭૦, સને ૨૦૧૩ માં – ૨૦૨૬૭ તથા સને ૨૦૧૪ માં આજદિન સુધી ૧૮૩૧૭ પાસપોર્ટ વેરીફીકેશનની અરજીઓ મળેલ છે. જે અરજીઓનો તાત્‍કાલીક ઝડપી નિકાલ કરવાની સારી કામગીરી આણંદ પોલીસ દ્વ્રારા કરવામાં આવેલ છે.